Loading...
Writology માં હું પાર્થિવી અધ્યારુ આપનું સ્વાગત કરું છું. ‘Writology’ ની શરૂઆત કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ લેખિકા-પત્રકાર તરીકે દિવ્ય ભાસ્કર અને અન્ય સમાચાર પત્ર તેમજ સામાયિક માટે મેં લખેલા કેટલાક લેખોને એક સ્થાને એકત્રિત કરવાનો તેમજ મારા વિચારોને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર મૂકવા માટેનો છે. મે મારી આ વેબસાઇટનું નામ Writology રાખ્યું છે કારણ કે Writology શબ્દ એ ખુંયબ જ લાંબા સમયથી મારા લેખન સાથે સંકળાયેલા કામ સાથે જોડાયેલો છે. મારા માટે આ વેબસાઇટ Writology.in એ ફક્ત લેખો અને વિચારોને એક જગ્યાએ મૂકવાનો મંચ જ નથી, પરંતુ સમય સાથે ડીજીટલ દુનિયા તરફ વધવાનો - તેને શીખવાનો એક પ્રયાસ પણ છે. તો આશા છે કે તમારો સાથ મારા આ નવા પ્રયાસને સફળ બનાવશે.

જ્યારે વિદેશી મિત્રો પ્રથમ વખત ખોખો અને કબડ્ડી જેવી ભારતીય રમતો સાથે પરિચિત થયા, ત્યારે તેમના માટે આ માત્ર રમતો નહોતી, પણ એક અનોખો અનુભવ હતો. તેઓએ અનુભવ્યું કે આ રમતોમાં માત્ર શરીરની કસરત જ નહીં, પણ મનની તીવ્રતા, ઝડપી નિર્ણય ક્ષમતા અને સામૂહિક ભાવનાનો અદભુત સમન્વય છે.

હસવાનું ન હોય એવી ખબર હોય ત્યારે એ જ ક્ષણથી હસવું રોકવાનું યુદ્ધ મનની અંદરોઅંદર શરૂ થઈ જાય છે પરંતુ છેવટે બહુ મોટા અવાજે એ બહાર નીકળીને જ જંપે!

ગુજરાતની ઊગતી પેઢીને એક પત્ર | વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત દીપોત્સવી અંક ૨૦૨૧માં છપાયેલો લેખ ફરી એક વાર !

દરેક નારી પોતાને માટે દિવસમાં થોડોક સમય ફાળવે અને પોતાની જાત સાથે રહીને ચિંતન કરે - મનન કરે કે તેના પોતાનામાં શું વિશેષતા રહેલી છે - ક્યાંય પણ કોઈ પણ ક્ષેત્રમાં આગળ આવવા માટે પોતાની જાતને ઓળખવી અત્યંત જરુરી છે ! માટે આજનો એક શબ્દ અહીં દોહરાઉં છું - ખૂબ પ્રચલિત બની રહ્યો છે આ શબ્દ - ME TIME

આપણા વેદવારસામાં જાદુઈ શક્તિ છુપાયેલી છે! આપણાં રીતરિવાજો એ વિજ્ઞાનને આધારિત બનેલા છે અને તે સ્વાસ્થ્યવર્ધક છે! જો આપણે આપણી સંસ્કૃતિને સાચી રીતે જાણીને અપનાવીશું તો તેના મહત્તમ લાભ મેળવી શકીશું!

પ્રિયતમ અને પ્રિયતમા બંને એકબીજાને સરપ્રાઈઝ આપી રહ્યાં છે અને સરપ્રાઈઝ મળવાની પણ છે પણ કંઇક જુદી જ રીતે!!! બંનેમાંથી કોઈને ખબર નથી કે તેઓ એકબીજાની પાસે નહીં પણ દૂર જઈ રહ્યાં છે! કાન ફાડી નાંખે તેવી ઘરઘરાટી કરતું પ્લેન પારેવીને લઇને આકાશમાં વાદળોની વચ્ચે ઊડવા લાગ્યું...!

આભાસ! પાર્થિવી અધ્યારુ દ્વારા લખાયેલ કવિતા... અફાટ અબ્ધિ ને અનંત આકાશ, અંતરની ઓથે આ અભિનવ આભાસ!

આ જ હશે ને એ કથ્થઈ આંખો...! એટલામાં તો એની બંધ પાંપણો ઉંચકાઈ, બંનેની નજર મળી ને જાણે ચમત્કાર થયો હોય તેમ એ કથ્થઈ આંખોમાં કંઇક ન સમજાય તેવી ચમક આવી ! સાગરની નજર એ કથ્થઈ આંખોની આરપાર જઈને મૌનમાં જ ઘણું કહી રહી હતી !